રબારી સમાજના જાગૃત યુવકો દ્વારા આયોજિત "આદેશ ગ્રુપ ઘોડાસર" દ્વારા વિના મૂલ્ય છાશ વિતરણ નું આયોજન
ઉનાળાની ઋતુ હોય અને બહારનું ટેમ્પરેચર 41 degree હોય તો કામ અર્થે બહાર ફરતાં દરેક વ્યક્તિનાં મનમાં ઠંડું પીવાની ઈચ્છા જાગૃત થતી હોય છે.
એવામાં આપને ઠંડી -ઠંડી છાશ પીવા મળી જાય અને એ પણ વિના મૂલ્યે તો સોનામાં સુગંધ ભળી જાય જેવો અહેસાસ થાય.
ઘોડાસર નાં જાગૃત રબારી સમાજના યુવાનો દ્વારા આયોજિત "આદેશ ગ્રુપ ઘોડાસર" દ્વારા છાશ વિતરણનું સુંદર આયોજન કર્યું હતું.
રિપોર્ટ બાય સૌરાંગ ઠક્કર, અમદાવાદ
Comments
Post a Comment